લીલો ઉજાસ - પ્રકરણ - ૧૮ ઉદયની હતાશ મનોદશા - દિવ્યેશ ત્રિવેદી

(14)
  • 4k
  • 1.4k

મનીષાએ પાછળથી ઉદયના ગળામાં હાથ પરોવી દીધા અને કોઈ જુએ છે કે નહિ એની પરવા કર્યા વિના જ એના ગાલ ચૂમી લીધા. પછી એણે ઉદયનો હાથ ખેંચીને ઊભો કર્યો અને તાણીને અંદર લઈ ગઈ. અંદર આવીને બારણું બંધ કર્યું અને બંને પલંગ પર બેઠાં. મનીષાએ જોયું કે ઉદયના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી અને એના પર હતાશાના ઓઘરાળા ઊપસી આવ્યા હતા. મનીષાએ મનોમન નક્કી કરી લીધું કે આમ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળી લેવા માટે એણે શરમ મૂકીને પહેલ કરવી પડશે. એણે મનોમન એવો નિર્ણય કર્યો કે આ જ ક્ષણથી એ ઉદયને તુંકારાથી સંબોધન કરશે. એણે વાતની