લીલો ઉજાસ - પ્રકરણ - ૨ અમંગળની શંકા - દિવ્યેશ ત્રિવેદી

  • 4.7k
  • 1
  • 2.4k

મનહરભાઈએ મનીષા અને ઉદય અંગેના રહસ્ય પરથી પડદો ખેંચી કાઢવા માટે આબાદ યુક્તિ અજમાવી હતી. એમનું અનુમાન સાચું ઠર્યું હતું. કદાચ પિનાકીનભાઈએ લાગતા વળગતા સૌ કોઈને સૂચના આપી દીધી હોવી જોઈએ કે મનીષાના પપ્પાનો કે મમ્મીનો ફોન આવે તો એમને સાચી માહિતી આપવી નહિ અને માત્ર તાબડતોબ વડોદરા આવી જવાનું જ કહેવું. પેલા બંગાળી સજજન કદાચ સંજય નામની કોઈ વ્યક્તિને ઓળખતા ન હોય તો પણ ઉદયની સાથે કામ કરનાર વ્યક્તિ તરીકે એને સાચી વાત કહી દે એવી ધારણા સાથે જ મનહરભાઈએ આ યુક્તિ અજમાવી હતી. એમના મનમાં કશુંક અમંગળ બન્યાની શંકા હતી જ અને એ સાચી પડી