આઇસોલેશન - 3

(25)
  • 3.2k
  • 2
  • 1.1k

મમ્મીને હવે નવાઈ લાગી નહીં, એણે બીજી ચા મૂકી. મમ્મીને હળવેથી ધક્કો મારીને થોડી દૂર કરતાં એમના હાથમાં રહેલી સાણસી અને ગરણી લઈ લેતાં કહ્યું, ''જા, આજે પેલો મિકી માઉસ વાળો કપ કાઢ.'' મમ્મી એમની આ સાવ બદલાઈ રહેલી વર્તણૂંકમાં એક બાલિશપણું જોઈ રહી હતી. જાણે કે બે ટેણીયાઓ કોઈ પાયાવિહોણી વાતમાં ઝગડયા પછી એકબીજાને એવી જ તથ્ય વિનાની વાતોથી રિઝવી રહ્યાં હોય, અને એમાં બંને જાણતાં પણ હોય કે આ વર્તન વધારે લાબું ચાલવાનું નથી.મમ્મીએ એમને કપ આપતાં છણકો કર્યો, ''યાદ છે ? આ કપ માટે થઈને તમે આખું ઘર માથે લીધું હતું ?, તે દી'નો એ કપ કબાટમાં