પ્રકરણ - 31 "વિજય તું શું કરી રહ્યો છે?" રેશ્માએ પુછ્યું. એ બંને મીનારથી થોડે દૂર એક ઘરમાં સંતાયા હતાં. વિક્રમ મીનાર પર ચડીને શહેરનો બેટર વ્યું મેળવવા ગયો હતો. અને વિજય ઘરની તલાશી લઈ રહ્યો હતો. એણે કહ્યું, "હું જોઇ રહ્યો છું કે આપણને અહીંયાં કોઇ તાડપત્ર મળે છે કે નહીં. કદાચ મળી જાય તો શહેર વિશે કંઇક તો જાણવા મળે." એણે એકાદ પેટી અને ઢાંકેલા મટકાં તપાસી જોયા. એટલામાં એની નજર એક પેટી પર પડી. એ એવી જ પેટી હતી જે એમને પહેલા ઘરમાં મળી હતી. વિજયે એક નજર રેશ્મા તરફ કરી. રેશ્માનું ધ્યાન પર તાડપત્ર