અમાસનો અંધકાર - 32

(11)
  • 3.4k
  • 3
  • 1.3k

નારદે એનું ચાપલુસીનું કામ કરી દીધું છે એ વાતથી કાળહવેલીની સ્ત્રીઓ સાવ અજાણ છે. એ તો દિવસે દિવસે એનો બધો જુસ્સો અને ગુસ્સો કટારના કરતબથી વર્ણવે છે. જોશીલા લડવૈયાની માફક તમામ વિધવાઓ હવે લડાયક મૂડમાં જ હતી. આ બાજુ ચતુરદાઢી એવી કંઈ યોજના બનાવી શકાય જેનાથી જમીનદાર પણ ખુશ અને પોતે પણ જીત્યો છે એવી બમણી ખુશી મેળવી શકે એવી વ્યવસ્થા થઈ શકે કે કેમ? એવું વિચારતા વિચારતા દાઢીમાં હાથ ફેરવતા ચકરાવે ચડ્યો છે. ત્યાં જ કોઈ નાની બાળકી ઝાંઝરીની ઝણકારે દોડતી આવી એની પાસે. એના હાથમાં પ્રસાદ હતો મા જગદંબાનો. એ પ્રસાદ આપી હસતી હસતી જતી રહે છે.