આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 10 - છેલ્લો ભાગ

  • 3.2k
  • 1.1k

હવે, બની શકે છે તમે ફોન ઉઠાવો ફેસબુક કે વ્હોટસએપ ચલાવવા માટે, તો આ ફોન પણ નાના કોમ્યુટર જ હોય છે અને કોમ્પ્યુટર જે મૂળ સિધ્ધાંત પર કામ કરે છે તે પણ આઈન્સ્ટાઈનની થિયરીમાંથી જ લેવામાં આવ્યો છે. તો આ ફેસબુક અને વ્હોટસએપ ચલાવવા માટે તમે ઉપયોગ કરો છો ઇન્ટરનેટનો... અને ઈન્ટરનેટ ઉપયોગ કરે છે સેટેલાઇટ્સનો... અને આ સેટેલાઇટ્સ ઉપયોગ કરે છે આઈન્સ્ટાઈનની થિયરીનો. આ પછી બની શકે તમે ક્યાંક બહાર જવા માટે નીકળો અને જ્યાં જવાનું છે ત્યાંનો રસ્તો તમને ના ખબર હોય તો જરૂર તમે તમારા ફોનમાંથી GPS નો ઉપયોગ કરશો અને GPS માટે જરૂરી છે સેટેલાઇટ્સ અને આ સેટેલાઇટ્સ