કોરોના – હકારત્મક પ્રસંગો - 6

  • 4.5k
  • 1.3k

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (6) કોરોના ૮ અમર આશા પ્રવીણા કડકિયા કોરોનાએ કાળો કેર વરતાવ્યો. ઉપરથી ઘરમાં પૂરાઈ રહેવાનું ! એવી નોકરી ન હતી કે ઘરે બેસીને કામ થાય. આમ પણ બાર સાંધતા તેર ટૂટે એવી હાલતમાં ઘર ખર્ચ કેવી રીતે કાઢવું. અનિકેત ખૂબ ગુંચવાયો હતો. અવનિ બધું જાણતી પણ શું કરી શકે ? તે જાણતી હતી ત્રેવડ ત્રીજો ભાઈ છે. કરક્સર કરવું કઇ અવનિથી શિખે. છતાં પણ મુખ પરથી સ્મિત ગાયબ થયું ન હતું. જેને કારણે અનિકેત ટકી રહ્યો હતો. પંદર દિવસ,, પાછાં બીજા પંદર દિવસ, વળી પાછું લંબાયું આમ કરતાં બે મહિના નિકળી ગયા. હવે અનિકેત