જીંદગી_

(13)
  • 4.9k
  • 1
  • 1k

_સફર™નમેલી સાંજથી ચાલ્યો હું....અશબ્દ રાત્રી સુધી.પણ, તારીખના ઘરની એ બારી આજે....ઉઘાડી જ રહી ગઈ !એક ખાલી નાવથી વળ્યો હું....કાગળના સમુદ્ર સુધી.ને, બેહદની બારખડીમાં એના સ્પર્શ વગરની....આ રાત પુરી થઈ ગઈ ! ખુશબો ભર્યા અંધારાથી જીવ્યો હું....સ્વપ્નનાં સુરમા સુધી.પણ, વતન્સની સવારના પગલામાં ચલાયેલી એ રાહ....જાણે ઝાકળ જ બની ગઈ !યુગોની તરસથી આજે સમક્ષ મળ્યો હું....જેને ઝંખી છે રંગતરંગ સુધી.યા હોમ કહીને પડ્યો ફતેહની આગમાં ને એ....ગમતાનો ગુલાલ કરી ગઈ !ભાગદોડની આ દુનિયામાં જીત્યો હું....માત્ર એક આશ સુધી.પણ, લડ્યા જે હિન્દૂ-મુસલમાન રહી....રાખ-કબર એમને ઇન્સાન કહી ગઈ !એકાંતમાં ધોધમાર સળગ્યો....આ ઠોઠ નિશાળીયો શૂન્ય સુધી.ને, ખોબો ભરીને હસેલી એ જીંદગીની....આંસુના કૂવામાં છેવટે એ સાંજ ઢળી