આગળના ભાગમાં જોયું કે થોડા દિવસથી વધારે જ ગુમસુમ અને વાત-વાતમાં અકારણ અકળાઈ જતી દિશાના મનમાં શુ ચાલી રહ્યું છે એ જાણવા, રુચિ વધુ એક દિવસ ફક્ત બંને માટેનો સમય મળે એ હેતુથી, એક મંદિરે સમય વિતાવવાનો પ્રોગ્રામ બનાવે છે. દિશાના મનની ઘણી બધી વાતો બહાર લાવવા રુચિ જીદ કરીને પણ સવાલોના બાણથી દિશાને વીંધતી જ રહે છે. બહાર જમવાના બદલે અહીં જ સાત્વિક પ્રસાદ લઈ લે છે, જ્યાં એંઠું નહીં મુકવાના નિયમ પ્રમાણે રુચિને થાળીમાં વધેલો અડધો લાડવો ખાઈ જવાની ફરજ પડે છે. રુચિને એ વાત થી અણગમો થતાં જ દિશા પાસે ઉભરો ઠાલવે છે. દિશા પ્રેમથી એ કાર્યની