"સાર્થક .... જો મેં બેગ ભરી છે, તું ચેક કરી લેજે તો." મધ્ય પ્રદેશ માં ટાઇગર સેંચુરી જોવા જતા ૨૬ વર્ષ ના દીકરા સાર્થક માટે ૧૦ દિવસ ની બેગ અને નાસ્તા પૅક કરતાં શાલિની અે બૂમ પાડી. "હા, મોમ " એવો નિર્લેપ અને ટૂંકાક્ષરી જવાબ સાંભળી ને શાલિની ની આંખ માં આંસુ છલકાયા. ક્યારે આ છોકરો એના ગમ માં થી બહાર નીકળશે ? આવડા મોટા આ છોકરા ની વર્ષો પછી બેગ એણે ભરી આપી છે ,નહીં તો એકદમ પોતાના મુજબ જ કામ થવું જોઈયે, એવો આગ્રહી સાર્થક પોતાની બેગ ને હાથ પણ ના લગાડવા દે. પાસે ઊભેલા સમીર અે શાલિની ને