નો રીટર્ન - 2 - 30

(386)
  • 9.8k
  • 15
  • 5.5k

નો-રીટર્ન-૨ ભાગ-૩૦ ( આગળ વાંચ્યુઃ-અનેરી અને પવન બંને એકબીજાને સહકાર આપવા તૈયાર થાય હતાં.... ઇન્સ.ઇકબાલખાન રાજમહેલનાં દાદર સાથે ધડાકાભેર અથડાય છે.... હવે આગળ વાંચો.) મને આશ્વર્ય એ વાતનું હતું કે ઇકબાલખાન આમ અચાનક કયાંથી આવી ચડયો. વળી એકલો હોવાં છતાં ભયંકર રીતે ધડાકાભેર તે અથડાયો હતો એ કોઇ વિસ્મયકારક ઘટનાથી કમ તો નહોતું જ. મેં તેની બાઇકનું હેન્ડલ પકડીને ખડી કરી હતી અને સ્ટેન્ડ ચડાવ્યું હતું. એ દરમ્યાન ઇકબાલખાન દર્દથી કરાહતો દાદરનાં પગથિયે થોડો પાછળ ખસ્યો હતો. તેનાં ડાબા પગમાં કદાચ ઘણું વાગ્યું હશે એટલે સરખી રીતે તે પગ વાળી શકતો નહોતો. તેનાં રુક્ષ ચહેરા ઉપર અપરંપાર પીડાનાં ભાવો