ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે કે જે જન્નત જોઈ નથી,
જે ધર્મને સાચી રીતે સમજ્યા નથી,
છતાં પણ ધર્મના નામે આતંકી કૃત્યો કરીને નિર્દોષ લોકોના જીવ લઈને શું ખરેખર ઈશ્વર ખુશ થશે?
કોઇપણ ધર્મની કિતાબ કે તેનું જ્ઞાન નિર્દોષ લોકોની હત્યાઓ કરવા માટે પ્રેરિત કરે?
જો ધર્મની સાચી સમજણ હોય કે કિતાબમાં કરવામાં આવેલા ઉલ્લેખો નું સાચું અર્થઘટન વિવેકપૂર્ણ રીતે કરવામાં આવ્યું હોય,
તો તેનો જવાબ 'માનવતા ની વૃદ્ધિ' સાથે સહમત હોય નહીં કે 'હત્યાઓ' કરવા પાછળ!
જ્યારે "વૈધ જ વેરી બને છે" એટલે કે ભણેલા માણસો ધર્મ ઝનૂની કે કટ્ટરતા નો જડ માર્ગ અપનાવે છે,
બસ ત્યારે 'ખુદનાં ધર્મના અસ્તિત્વ સાથે જ પુરેપુરી માનવજાત ને પુર્ણ ના થઈ શકે' તેવું નુકશાન કરશે.