#જીવન_જીવવાની_કળા !
~તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા થી તમે શુ મેળવો છો, એ મહત્વ નું નથી પણ તમે કેવા ઘડાયા છો, એ વધારે અગત્ય નું છે.
~તમારો સમાજ અને પરિવાર તમારી સૌથી મોટી સંપત્તિ અને સૌથી મોટી જવાબદારી છે. પરંતુ તમારે તેમની સંભાળ રાખવાની છે."
આસપાસના લોકો અસંગત,તર્ક સંગત કે આત્મકેન્દ્રીત હોય છે.છતાં પણ તેમની સાથે સારો વ્યવહાર રાખવાનો છે.
~તમે કંઇ પણ સારુ કરવા જશો,લોકો એમાં કંઇ ને કંઇ વાંધા વચકા કાઢશે ને ટીકા પણ કરશે તમે તમારૂં કામ કરતા રહો.
~સફળ થયા પછી કે જીત મળ્યા પછી તમને વાહ વાહી કરનારા કે ઈર્ષા કરનારા મળશે..
પણ તમે એને અવગણી આગળ નું વિચારતા રહો.
~પ્રામાણિકતા અને સ્પષ્ટ વકતા હોવાને કારણે પણ કયારેક સહન કરવાનું આવે પણ સારું રહેશે કે એની ઉપેક્ષા કરો.
~કોઈ પણ પરિસ્થિતિમાં તમારું સર્વશ્રેષ્ઠ આપતા રહો.જેમાં તમને સાચી ખુશી અને સંતુષ્ટિ મળે એ કામ કરતાં રહો.✨🙏🏻
#H_R