Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અતૂટ અને અખૂટ વિશ્વાસ, એજ સાચું જીવન
************************************
ભલે આજ સુધી હું મારા જીવનમાં કંઈ નથી કરી શક્યો,
ભલે લોકોએ પણ મારા ઉપરથી આશા મૂકી દીધી હોય,
પરંતુ હું આજે પણ મારા મનથી,
મારા વિચારોથી એટલો જ મક્કમ છું, કેમકે
મેં અસંખ્ય લોકોનાં મોઢે એવું સાંભળ્યું છે કે,
પ્રભુ કોઈપણ વ્યક્તિને
કારણ વગર પૃથ્વી પર નથી મોકલતા,
બસ આ વાત પર પૂરી શ્રધ્ધા રાખીને
મને લાગે છે કે,
મને મારા પૃથ્વી પર આવવાનું કારણ મળી ગયું છે,
ને એટલે જ....
ભલે બધાએ મારા પરથી આશા મૂકી દીધી
પરંતુ મને તો ખાલી આશા જ નહીં,
પરંતુ પુરો વિશ્વાસ છે કે,
હું મારા જીવનમાં જે કરવા માંગુ છું,
એ ભલે આજે નહીં તો કાલે,
પરંતુ.....એ થશે જરૂર
કેમકે,
કોઈ પણ વ્યક્તિને જ્યારે
જીવનમાં કંઈ કરવાની ધૂન, કે લગન લાગે,
ને એમાં હજ્જારો ને લાખ્ખો અડચણો આવવા છતાં,
જો એ પોતાની ધૂન, કે લગન ને સતત વળગી રહે,
તો પછી વહેલા કે મોડા,
એ વ્યક્તિનું સફળ થવું નિશ્ચિત હોય છે.
ને આજે આટલી નિષ્ફળતાઓ પછી પણ,
જો હું મારા સપનાઓને લઈને,
જો એટલાં જ આત્મવિશ્વાસ સાથે જીવીત છું,
એનો અર્થ જ એ છે કે,
મારો પણ સમય આવશે,
જરૂર આવશે,
કેમકે,
મારા એ સમયને
હું નહીં...પરંતુ.....
પરમ કૃપાળુ પરમાત્મા લાવશે.
🙏👍🙏👍🙏👍🙏👍🙏

Gujarati Thought by Shailesh Joshi : 111959379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now