ખોટા ખોટા દંભ કરી જીવનમાં ના જીવવું રે,
સાચી ભક્તિ સમર્પણ માંગે, ભક્તિમાં નથી શરત રે.
આ પ્રશ્ન સદાયે ઉઠે, શું માનવું શું નહિ રે,
જનાગણને પ્યારો ભગવાન, વગર શરતનું ભજવું રે.
જમાનો બદલાયો છે, માનવ પણ બદલાયો છે,
ભક્તિનો મહિમા પણ કેવો બદલાયો છે.
એવું બને છે હવે, રોજ નવા સંબંધો બને,
ઈશ્વર સાથે નવા સંબંધો, ભક્તિ માર્ગ બન્યો રે.
ધર્મ સ્થળમાં માનવ મહેરામણ, દર્શન કરવા ઉમટે રે,
આસ્થા હોય, વિશ્વાસ હોય, એટલે ભક્તિ ટકે રે.
શ્રદ્ધા અને પ્રેમથી પૂરા કરતા આ સ્થળો,
હૃદયના કણ કણમાં ભક્તિનો આનંદ ઉમટે રે.
એ ભક્તિના પંથમાં, સત્ય પ્રકાશે છે,
મંચ બદલે છે, તો આપણો એ મનોરથ છે,
દંભની છાયા નથી, મનનું આકાશ ચોખ્ખું છે,
આ ભક્તિના રસ્તે, ભક્તિ ભાવ ચમકે છે.
ખોટા દંભો છોડીને,સાચો માર્ગ લેવો,
ભક્તિમાર્ગને કદી ના છોડી દેવો.
મનથી ભક્તિ, દિલથી ભક્તિ,
ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાથી,કરવી એમની ભક્તિ.
- કૌશિક દવે