સાસુ કહે છે કે વંશ વેલો જોઈએ,
એક નહીં, ચાર ચાર જોઈએ,
કહેવાય છે કે સ્ત્રી માં હોય છે સ્નેહ,
પણ પ્રત્યેકને ક્યાં ખાલી સમજાય છે હે?
સ્ત્રીની લાગણી એક સ્ત્રી ના જાણે,
એક સ્ત્રીની વેદના એક સ્ત્રી ના જાણે,
જીવતા જીવતા એ જ દુઃખ ભોગવે,
નજરે પડતા એ આનંદ કરતા જાણે.
કુટુંબ માટે એટલા બધા ભોગ આપે,
સ્નેહના આંગણમાં અશ્રુને રોજ છુપાવે,
પણ વાત જ્યારે આવે એક સ્રીની,
કદી કોઈ ના સાંભળે, એવી છે જિંદગી!
એક પેઢી, એક સંસ્કાર, દરેક પળમાં,
ત્રણેય પેઢીને બાંધે સૂત્રોમાં.
કોને સમજાશે લાગણી એમની,
એક સ્ત્રી ના જાણે એક સ્ત્રીની લાગણી!
- કૌશિક દવે
- Kaushik Dave