એક ડોક્ટર કવિ બને છે ત્યારે...
એક પછી એક આવજો
પહેલા કંપાઉન્ડરને મળજો
મને બતાવવામાં જોખમ લાગે તો
થોડી વાર તમે બેસજો
દર્દીઓને જોઈ લેજો
પછી ડોક્ટરને બતાવી લેજો
તાવ છે? ઉધરસ ને શરદી છે?
દવાઓ મારી લાલ પીળી લીલી છે
પૂછીને મારીશ ઈન્જેકશન
ડરતાં હોય તો મને કહી દેજો
ત્રણ દિવસ તમે આવજો
પછી લીલાલહેર કરી લેજો
જો ન હોય દવા તો હું
ગરબડિયા અક્ષરે લખી દેતો
ઉકલાતુ નથી કોઈને પણ
કેમિસ્ટ ઉકેલી લેતો
નવરો બનું તો કવિતા લખતો
લાલ લીલી પીળી કવિતા લખતો
વ્યંગ ના ઈન્જેકશન તાજા કરતો
પછી જ એપ પર લખી દેતો
ડોક્ટર જ્યારે કવિ બને ત્યારે
વિચારજો એ શું કરતો?
બધાના સૂપડા સાફ કરી દેતો
એટલે ડોક્ટર કવિ બની બેઠો..
- કૌશિક દવે