Ek Navi Disha - 2 books and stories free download online pdf in Gujarati

એક નવી દિશા - ભાગ ૨


સુયૅ ના કિરણો ચહેરા પર પડતા ધારા જાગી ને જોવે છે તો અનિશા રોહન ના પેટ પર સુઈ રહી હતી .રોહન ના ચહેરા પર એક ખુશી જોઈ ધારા ના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી. ધારા રોહન અને અનિશા ના કપાળ પર એક કિસ કરી નાવા માટે જાય છે

નાહીને ફ્રેશ થઈ ને નીચે જાય છે અને સરિતા બેન ને જયશ્રી કૃષ્ણ કહી રસોડામાં નાસ્તા ની તૈયારી કરવા લાગે છે.

થોડી વારમાં ધરના બધા જ નાસ્તા માટે નીચે આવે છે.રાહી બધા ને મળે છે.

રાહી બધા સાથે મસ્તી કરે છે . ધણા સમયથી રાહી આવી નહોતી એટલે બધા ખુબ ખુશ હતા.

પણ રાહી કંઇક અલગ જ વિચારમાં પડી ગઈ.

ત્યાં જ અનિશાના રડવાનો અવાજ આવ્યો

રોહન : હું લઈ આવું મારી લાડકવાયી ને!!

રાહી : ભાઈ હું લઈ આવું છું

રોહન : સારૂ બહેના

રાહી અનિશાને લેવા ઉપર જાય છે. અચાનક રાહી ની ચીસ સંભળાઈ અને અનિશાનો જોરજોરથી રડવાનો અવાજ સાંભળીને બધા ઉપર જાય છે

ઉપર જતા બધા જોવે છે કે અનિશા દાદર પરથી પડવાને લીધે રડતી હોય છે અને રાહી ત્યાં ડરેલી ઊભી છે.

ધારા અનિશાને શાંત કરવા લાગે છે. અને રૂમમાં લઈ જાય છે.

રોહન , સરિતા બેન અને પરાગ ભાઈ : રાહી અચાનક શું થયું ? અનિશા કેવી રીતે પડી ગઈ?

રાહી (રડતા રડતા) : ભાઈ મમ્મી પપ્પા હું અનિશા ને લઈને આવતી હતી અચાનક અનિશા કઈક લેવા માટે ગઈને હું મારુ બેલેન્સ જાળવી ન શકી..બધા મારા થી નારાજ થયા
મારા લીધે અનિશા ને વાગ્યું..(આમ બોલી રડવા લાગે છે)

રોહન : રડ નહીં બહેના તે થોડી જાણીજોઈને અનિશા ને પાડી છે કોઈ તારાથી નારાજ નથી. કોઈ ચિંતા ના કર.

સરિતા બેન અને પરાગ ભાઈ : હા રાહી તારો ભાઈ સાચું કહે છે પણ હવે ધ્યાન રાખવું.

રાહી : હા જરૂર.(મનમાં અકળ હાસ્ય કરતા) હવે હું તમને ફરિયાદનો મોકો નહીં આપું

સરિતા બેન : સારૂ હવે તમે બધા કામે લાગો .હું અનિશા ને જોઈ ને આવું વધારે વાગ્યું નથી ને.

રોહન : મમ્મી હું પણ આવું છું જોઈ ને જાવ કે મારી પરીને કઈ વાગ્યું નથી ને

પરાગ ભાઈ : (રોહન ને)સારૂ પણ જલદી આવજે તું.
(સરિતા બેન ને) સારૂ જયશ્રી કૃષ્ણ ‌‌..

રોહન અને સરિતા બેન રૂમમાં જાય છે અનિશાને જોવા ત્યાં અનિશા સુઈ ગઈ હતી.

ધારા : અરે મમ્મી તમે ?? શું કઈ કામ હતું ? રાહી બેન ઠીક છે ને? રોહન તમારે ઓફિસ પર નથી જવું કેમ હજુ અહિયાં છો?

સરિતા બેન : ના ના દિકરા કઈ કામ નહોતું બસ મારી લાડકવાયી દીકરી અનિશા ની ચિંતા થતી હતી એટલે થયું કે જોઈ લેવ કે વધારે નથી વાગ્યુંને? ધારા પરીને વધારે નથી વાગ્યુંને?

ધારા : ના મમ્મી વધારે નથી વાગ્યું પણ‌ ડરી ગઈ હતી એટલે વધારે રડતી હતી

સરિતા બેન : સારૂ ભગવાન ની કૃપા થી આપણી પરીને વધારે નથી વાગ્યું.

રોહન : હા મમ્મી હવે હું પણ‌ નીકળુ આમ પણ આજે વધારે કામ‌ છે.

ધારા : રોહન થોડી વાર અહિયાં રહો મારે મમ્મી જોડે વાત કરવી છે

સરિતા બેન : હા બોલ ને ધારા દિકરી

રોહન : હા‌ બોલ ધારા

ધારા (થોડુંક ખચકાતા) : મમ્મી હું ઈચ્છું છું કે મારા ભાઈ આકાશ ની જોડે આપણી રાહી દીદી ની સગાઇ થાય જો બધાની ઈચ્છા અને મંજુરી હોય તો

સરિતા બેન : બેટા તેં મારા મનની વાત કહી સહુ હમણાં એ જ વિચારતી હતી કે હવે રાહીનુ ભણવાનું પૂરું થયું છે એટલે હવે એના માટે યોગ્ય જીવનસાથી અંગે વિચારણા કરવી જોઈએ અને આકાશ જેવો છોકરો આપણી રાહી માટે શોધવા જઈએ તો પણ‌ ના મળે.વળી બીના બહેન અને રમેશ ભાઈ પણ ધરના જેવા જ છે.એટલે મારી તરફથી મંજૂરી..(બીના બહેન અને રમેશ ભાઈ ધારા ના મમ્મી પપ્પા)

રોહન : હા ધારા તારી વાત સાચી છે આકાશ એક ખુબ સારો વ્યક્તિ છે.એ‌ આપણી રાહીને ખુબ ખુશ રાખશે પણ પહેલા આપણે રાહી અને આકાશ ના જીવન માં બીજું કોઈ નથી એ જાણવું જરૂરી છે.એક ભાઈ તરીકે હુ મારી લાડકવાયી બેનને કોઈ ખોટી વ્યક્તિ ના હાથ માં નથી સોંપવા માંગતો.મારે બસ‌ મારી બહેન ને ખુશ જોવી છે.

સરિતા બેન : હા રોહનની વાત સાચી છે હું આજે જ રાહીને પુછી લઈશ અને પછી તારા પપ્પા જોડે વાત કરીશ.

રોહન : હા મમ્મી હવે હું નીકળું છું.જયશ્રી કૃષ્ણ..

રોહન જાય છે

ધારા : મમ્મી મારા પર અને મારા પરિવાર પર વિશ્વાસ કરવા માટે આભાર.

સરિતા બેન : અરે મારી ધારા મારી લાડકવાયી દીકરી ! આ ધરને અને બધાને તારા પર પુરો વિશ્વાસ છે કે તું જે કરીશ એ સારા‌ માટે કરીશ . આ ઘર‌ તારા વિના અધુરું છે .આ ઘરની લક્ષ્મી ધબકાર છે આ ઘરનો! મારો રોહન નો‌ શ્રવાસ છે તું !

ધારા સરિતા બેન ને નાના બાળક ની જેમ વળગી પડે છે.

સરિતા બેન : સારૂ દિકરી હવે તું આરામ કર

ધારા : હા મમ્મી .

આ બાજુ રાહી બધા ના જતા મનમાં વિચારે છે કે આ અનિશાને કેમ‌ કાંઈ પણ થયું નહીં . ચાલો કઈ વાંધો નહીં શિકાર ફરી હાથમાં આવશે.પણ‌ આ અનિશાને કોઈ પણ રીતે મારા રસ્તામાંથી દુર કરવી જ પડશે.

આમ વિચારી તેને કોઈ વ્યક્તિ ને ફોન કર્યો

રાહી : હા હું ન મારી શકી અનિશાને પણ‌ ચિંતા ના કર જલદી જ હું અનિશા ને મારા રસ્તામાંથી દુર કરીને રહીશ .

સાંજના સમયે ધારા ટેરેસ પર બેસી ને સરિતા બેન અને રાહિ જોડે વાતો કરે છે ત્યાં અચાનક અનિશા બેભાન થઈ ગઈ.

અચાનક અનિશા ના બેભાન થઈ ગઈ એટલે સરિતા બેન અને ધારા ગભરાઈ જાય છે. રાહી અંદરથી ખુશ થતા બહાર ઉદાસ થવાનુ નાટક કરે છે.ધારા ડોક્ટર અને રોહન ને ફોન કરી ને જણાવે‌ છે.
####(સમાપ્ત)####

(શું ધારા અને રોહન બચાવી શકશે પોતાની દીકરી ને? કોણ છે જે રાહી સાથે ભળીને અનિશા ને મારવા માંગે છે? શું રાહી અને આકાશ ની સગાઇ થશે?? શું હશે રાહી નો નેકસટ પ્લાન?? શું ધારા અને રોહન જાણી શકશે રાહી નો રાજ? )