Darr Harpal - 2 books and stories free download online pdf in Gujarati

ડર હરપળ - 2


નેહા અને જીત નું સાંભળીને પ્રભાસ પણ બહુ જ ટેન્શનમાં આવી ગયો હતો. એ કોઈ પંડિતજી પાસેથી દોરો પણ લાવ્યો હતો કે જે એ હંમેશાં પહેરીને રાખતો પણ એકવાર એ રસ્તેથી ક્યાંય જતો હતો.

એકદમ જ રસ્તામાં જ અચાનક જ એણે એ દોરા પર ખંજવાળ આવવા લાગી. એ ખંજવાળવા જ ગયો તો ખંજવાળ પણ વધી અને આખરે એને દોરો પણ કાઢી નાખ્યો, પણ એ એની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. એક મોટો ખટારો ક્યાંક થી આવ્યો અને એને ઠકકર મારી અને એના શરીરનાં ટુકડે ટુકડા થઈ ગયા. સૌથી વધારે ઘાતક મોત તો એનું જ થયું હતું. એના શરીરમાં પણ શાયદ એવું જ થાત, પણ એના માટે શરીર પણ તો હોવું જોઈએ ને?! એના શરીરનાં તો ચીથડે હાલ થઈ ગયાં હતાં.

બાકીનાં બધાં જ એના થી વધારે જ ગભરાઈ ગયાં હતાં. પરાગ તો બહુ જ વધારે જ ગભરાઈ ગયો હતો. પણ શું કરવાનું કર્મ જેવું કર્યું હોય એના ફળથી આખરે કોણ ભાગી શક્યું છે?!

હવે વારો એક બસ પરાગનો જ બાકી હતો. હવે એની સાથે પણ કઈક આવું ના બને તો સારું, બધાં જ એવો જ વિચાર કરી રહ્યાં હતાં.

નેહા, જીત, પ્રભાસ અને પરાગે એવું તે શું કર્યું હતું કે એમને કોઈ આટલા ખરાબ રીતે મારી રહ્યું હતું અને એનું કારણ શું હોઈ શકે?! કોઈ આટલું બધું ક્રૂર કેવી રીતે હોઈ શકે અને હા, જો એ અણજાણ વ્યક્તિ કે વસ્તુ આટલી બધી બેરહેમીથી મોત કરે છે તો એની સાથે કેટલો મોટો અન્યાય થયો હશે?! એ વિચારવું પણ અઘરું કામ લાગે છે.

પણ જેમ દેખીતી રીતે લાગે છે એમ આ લિસ્ટ કાંઈ આમ જ આટલા લોકો પૂરતું બાકી થોડી હતું. હજી પણ એમાં અમુક નામ બાકી છે જે હજી બહાર આવવાનું બાકી હતું.

પરાગ એના દોસ્તની મોતથી બહુ જ ગભરાઈ ગયો હતો અને પોતે એક રૂમમાં પુરાઈ જ જાય છે. એણે અમુક અમુક વસ્તુઓ યાદ આવ્યાં જ કરે છે અને એ વધારે જ ગિલ્ટી ફીલ કરે છે.

કર્મ સારો હોય તો ખરાબ સમયમાં આપણને સાંત્વના રહે છે કે મેં કઈ ખોટું કર્યું જ નહિ તો કઈ ખોટું મારી સાથે થશે પણ નહિ?! પણ જો તમને ખબર જ હોય કે તને જે કરેલું એ બહુ જ ખરાબ અને ક્રૂર હતું તો?! દિલ અને દિમાગમાં બસ એ જ વિચારો આવ્યાં કરે છે અને દિલ ને થોડું પણ સુકુન મળતું નહિ. મગજમાં બસ એ જ વિચારો આવ્યાં કરે છે. પરાગ ની હાલત પણ કઈક એવી જ હતી, પણ પરાગ માટે તો મોત એના કરતાં પણ વધારે સારું હોત, કારણ કે એને બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. થાય પણ કેમ નહિ, જ્યારે આપનાથી કઈક બહુ જ ખરાબ થઈ જાય અને એ પછી જે ગિલ્ટ થાય એની કોજ જ સીમા નહિ હોતી. વારંવાર બસ એ જ વિચારો મગજમાં તીરની જેમ વાગ્યાં કરતાં હોય છે. મગજને વધારે ને વધારે દોષ ભાવથી ઘેરી લે છે અને જીવન જ આપણને મોત જેવું મહેસૂસ કરાવે છે.

પરાગ પર વિચારો હાવી થઈ જાય છે અને એ સુદ બુધ ખોઈ બેસે છે. એ ત્યાં જ પડેલું ચપ્પુ ખુદને મારવા જ જાય છે કે એક હવાનું ઝોંકુ આવે છે કે જે એ ચપ્પાને દૂર ફેંકી દે છે.

વધુ આવતા અંકે..

એપિસોડ 3માં જોશો: "મને મારી ભૂલનો અહેસાસ છે, જે થઈ ગયું એ થઈ ગયું, પ્લીઝ મને છોડી દો!" પરાગ જમીન પર આખો ઊંધો વળીને માફી માગે છે અને ગાંડાની જેમ બોલ્યાં કરે છે.

કરેલાં કર્મ આપની સામે આવી જ રીતે આવે છે અને આપને ખુદને બરબાદ થતાં બસ જોયા જ કરીએ છીએ.