SEO INSIGHTS books and stories free download online pdf in Gujarati

SEO ઇન્સાઇટસ

વેબસાઈટ કે વેબ પેજને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝ કરી સર્ચમાં ટોપ પર સ્થાન મેળવો

મુખ્ય હેતુ : સર્ચ એન્જિન રિઝલ્ટના આધારે વેબસાઈટ અથવા તો વેબ પેજના રેન્કિંગમાં સુધારો

 

ટેક્નોક્રસી

સિદ્ધાર્થ મણીયાર

siddharth.maniyar@gmail.com

આજના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કમાણી એક ઘણો મોટો સોર્સ છે. વિશ્વના અનેક એવા લોકો છે જેની આવકનું એક માત્ર સાધન સોશિયલ મીડિયા જ છે. એટલું જ નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ફ્લ્યુએન્સર લાખો અને કરોડોની કમાણી કરી રહ્યા છે. તો બીજી તરફ ઓનલાઇન શોપિંગ - સર્વિસ માર્કેટ પણ ઘણું મોટું થઇ રહ્યું છે. જેની માટે વેબસાઈટ અને સોશિયલ મીડિયા એક ઉત્તમ સાધન બન્યું છે. આજના ડીઝીટલ યુગમાં પ્રગતિ કરવા માટે દરેક વ્યક્તિને એસીઓ એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનનું બેઝિક જ્ઞાન હોવાનું જરૂરી છે. જેથી આજના લેખમાં સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન વિષે થોડી ઘણી માહિતી આપણા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે. આશા છે કે તેમને તે માહિતી ઉપયોગી બનશે.

પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) છે શું? એસીઓ એ એક ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચના છે. જેનો મુખ્ય હેતુ સર્ચ એન્જિન રિઝલ્ટના આધારે તમારી વેબસાઈટ અથવા તો વેબ પેજના રેન્કિંગમાં સુધારો કરવાનો છે. SEOના મુખ્ય ઘટકોમાંનું એક ઉચ્ચ-ગુણવત્તાવાળી અને SEO-ફ્રેંડલી કન્ટેન્ટ બનાવવાનું છે.

 

સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) શું છે?

સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન થકી યુઝર્સ પોતાના વેબ પેજ અથવા વેબસાઇટને સર્ચ એન્જિનના રિઝલ્ટમાં સુધી વધારે સ્થાન અપાઈ શકે છે. જેની માટે વ્યૂરચના ઘડવી એટલે કે ઑપ્ટિમાઇઝેશન કરવાની પ્રક્રિયા એટલે SEO. જેના કેટલાક મહત્વના પાસ અહીં રજૂ કર્યા છે.

- ટેકનિકલ : ટેકનિકલ ઓપ્ટિમાઇઝેશન SEO માટે જરૂરી વિવિધ ટેકનિકલ પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં મદદ કરે છે. જે કન્ટેન્ટ વ્યૂહરચના સાથે સંબંધિત નથી. એટલું જ નહીં તે માત્ર એક બેકએન્ડ ટેક્નિક છે.

- ઑન-પેજ : SEO માટે વિવિધ કન્ટેન્ટ વ્યૂહરચના તૈયાર કરી શકાય છે. જેમ કે કીવર્ડ્સ માટે સંશોધન, યોગ્ય કીવર્ડ્સનો ઉપયોગનો સમાવેશ થાય છે. જે ઓપ્ટિમાઇઝેશનમાં મદદ કરે છે અને સર્ચ રિઝલ્ટમાં ટોપ પર આવવામાં મદદ કરે છે.

- ઑફ-પેજ : યુઝર્સ પ્રક્રિયાઓ કરીએ છે જેનો ઉપયોગ કરીને સર્ચ એન્જિન રેન્કિંગમાં સુધારો કરી શકાય છે. જેની માટે વિવિધ બૅકલિંક્સનો પણ ઉપયોગ થાય છે.

 

SEO-ફ્રેન્ડલી કન્ટેન્ટ કેવી રીતે બનાવી શકાય?

- કીવર્ડ્સ શોધવું : તમે જે કન્ટેન્ટ પર કામ કરી રહ્યા ચો તેના પર વધુ અસર કરી શકે તેવા કીવર્ડ્સ શોધવા જરૂરી છે. પહેલાના સમયમાં, કીવર્ડ્સ પર વધુ ધ્યાન અપાતું ન હતું. પરંતુ ઈન્ટરનેટ અને ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે ઓનલાઈન કન્ટેન્ટ માટે કીવર્ડ્સનો ઉપયોગ ફરજિયાત બન્યો.

- યોગ્ય કીવર્ડ્સનો ઉપયોગ : કીવર્ડ્સ પર સંશોધન કર્યા પછી, શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે વ્યક્તિએ કન્ટેન્ટમાં સાચા અને સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરવો જોઈએ.

- તમારો કીવર્ડ મૂકવો : એકવાર કીવર્ડ્સ કન્ફર્મ થઈ ગયા પછી તેને લેખમાં યોગ્ય સ્થાને મુકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કીવર્ડ માટે યોગ્ય સ્થાન પસંદ કરવાથી સર્ચ એન્જિનમાં કન્ટેન્ટના રિઝલ્ટમાં સુધારો થયા છે.

- મૈત્રીપૂર્ણ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવું : કન્ટેન્ટમાં વધુ લિંક્સનો ઉપયોગ કરવાથી તે વધુ SEO ફ્રેંડલી બને છે.

- જૂની સામગ્રી અપડેટ કરવી : નિયત સમય સાથે, કન્ટેન્ટને વર્તમાન પરિસ્થિતિ અનુસાર અપડેટ કરવાની જરૂર છે.

 

SEO થકી રેન્કિંગમાં વધારો કરવાની વ્યૂહરચના

- કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન : SEOમાં કન્ટેન્ટ જ કિંગ છે. યુઝરે પોતાના કન્ટેન્ટ માત્ર સંબંધિત અને આકર્ષક નહીં પરંતુ સર્ચ એન્જિન માટે પણ ઑપ્ટિમાઇઝ હોવું જોઈએ. કન્ટેન્ટમાં કુદરતી રીતે લક્ષિત કીવર્ડ્સના ઉપયોગ પર વધુ ધ્યાન આપો.

- મોબાઈલ ફ્રેન્ડલીનેસ : આજના સમયમાં ડેક્સટોપ કરતા મોબાઈલનો ઉપયોગ વધ્યો છે. ત્યારે તમારી વેસબાઈટ કે વેબ પેજ મોબાઇલ ફ્રેંડલી હોવા જરૂરી છે. જેથી તેની ડિઝાઇન અને કાર્યક્ષમતાને મોબાઈલ યુઝર્સ માટે ઑપ્ટિમાઇઝ કરવી જોઈએ.

- વૉઇસ સર્ચ ઑપ્ટિમાઇઝેશન : વૉઇસ સર્ચનો ઉપયોગ એટલે વાતચીતની ક્વેરીઝ માટે તમારા કન્ટેન્ટને ઑપ્ટિમાઇઝ કરવું. સિરી અથવા એલેક્સા જેવા વૉઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરતી વખતે યુઝર્સ કેવી રીતે બોલે છે તેની સાથે કનેક્ટ કરવા માટે લોંગ-ટેલ કીવર્ડ્સ અને FAQનો ઉપયોગ કરવો.

- લોકલ SEO : જો તમારો વ્યવસાય સ્થાનીક છે તો લોકલ એસઇઓને જ પ્રાધાન્ય આપવું. Google My Business લિસ્ટિંગનો દાવો કરવો, સ્થાનિક કીવર્ડ્સ માટે ઑપ્ટિમાઇઝ કરો અને તમારા લોકલ સર્ચ રેન્કિંગને વધારવા માટે ગ્રાહક સમીક્ષાને પ્રોત્સાહિત કરો.

- યુઝર એક્સપિરિયન્સ : યુઝર્સના એક્સપિરિયન્સએ રેન્કિંગ માટે નિર્ણાયક પરિબળ છે. મુલાકાતીઓને વ્યસ્ત રાખવા અને વધારે કન્ટેન્ટ સુધી તેમને લઇ જવા માટે પ્રોત્સાહિત કરવા માટે સાઇટની સ્પીડ, નેવિગેશન અને એકંદર ઉપયોગિતામાં સુધારો કરવો.

- બેકલિંક વ્યૂહરચના : પ્રતિષ્ઠિત વેબસાઇટ્સની ગુણવત્તાયુક્ત બેકલિંક્સ SEO માટે આવશ્યક હોય છે. વેપાર કે ઉદ્યોગને સંબંધિત એરિયામાંથી જ બેકલિંક્સ મેળવવાનો પ્રયાસ કરો.

- વિડિઓ કન્ટેન્ટ : કન્ટેન્ટ વ્યૂહરચનામાં વિડિઓનો સમાવેશ કરવાથી SEOને નોંધપાત્ર વધારો મળે છે. વિડિઓ કન્ટેન્ટ સારી રેન્કિંગ અપાવે છે. જે યુઝર્સને કનેક્ટ કરે છે અને વેબસાઈટ પર વધારે સમય આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

- ટેક્નિકલ SEO : વેબસાઇટ સ્ટ્રક્ચર, સાઇટમેપ ઑપ્ટિમાઇઝેશન અને કૅનોનિકલ ટૅગ્સનો યોગ્ય ઉપયોગ જેવા ટેકનિકલ પાસા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ટેક્નિકલ સમસ્યાનું નિરાકરણ લાવવાથી રેન્કિંગ પર સકારાત્મક અસર પડે છે.

- અલ્ગોરિધમ અપડેટ્સ : મુખ્ય સર્ચ એન્જિન અલ્ગોરિધમ અપડેટ્સ વિશે અપડેટ રહેવું જોઈએ. જેમાં થતા ફેરફારોને સમજી એસઇઓ વ્યૂહરચનાને તે મુજબ સંકલિત કરવી જોઈએ.