Udaan - 6 books and stories free download online pdf in Gujarati

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 6

આત્મહત્યા કેમ..?


મારા વ્હાલા મિત્રો, આજે મારે તમારી સાથે એક વાત શૅર કરવી છે.


આજ સવારે હાથમાં ન્યુઝ પેપર લીધું ને જોયું તો હું ચોંકી..! વટવાના બે ભાઈઓએ પોતાના ચાર બાળકોને મારીને આત્મહત્યા કરી લીધી. તેનું કારણ હતું આર્થિક સમસ્યા. પણ મને એ ન સમજાયું કે તે ચાર ભૂલકાઓનો શો વાંક હતો..? આવું કરવાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ સુધારી જશે..? નહીં ને તો આત્મહત્યા કેમ..?


આજ કાલ ન્યુઝ પેપર વાંચો કે ટીવીમાં સમાચાર જુઓ. એક બે કિસ્સા તો આત્મહત્યા ના જોવા - સાંભળવા મળે જ છે. 14 જૂને બોલિવૂડ નો એક્ટર સુશાંત સિંહ રાજપૂત એ આત્મહત્યા કરી. આના અઠવાડિયા પહેલા તેની મેનેજર એ આત્મહત્યા કરી. શું આપણી જિંદગી આટલી સસ્તી છે..? દરેકના જીવનમાં નાની મોટી સમસ્યા ઓ તો આવતી જ રહે છે. તો સમસ્યાઓ થી ડરીને આત્મહત્યા કરવા થી કોઈ સમસ્યા નો અંત નહીં આવે. તેની સામે લડતા શીખો.


સ્કૂલ કોલેજમાં ફેલ થયા તો આત્મહત્યા કરવાની...ગર્લફ્રેંડ છોડીને જતી રહી તો આત્મહત્યા કરવાની.. આર્થિક તંગી આવે તો આત્મહત્યા કરવાની..આવું કેમ..? એક વાત બરાબર સમજો કે આત્મહત્યા સમસ્યાનો હલ નથી.


દરેક ના જીવનમાં ઉતાર ચડાવ આવતા હોય છે. ક્યારેક વ્યક્તિ સમસ્યાઓથી એટલો બધો ઘેરાઈ જાય છે કે હારીને નિરાશ થઈને વ્યક્તિ આ પગલું ભરતી હોય છે. પણ મિત્રો આ સાચો માર્ગ નથી.


મારા મતે, તમે આ બે બાબતોને અનુસરશો તો કદાચ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે.


(1) ક્યારેય હાર ન માનો...તમે બધું જ કરી શકો છો.


મિત્રો કોઈપણ સમસ્યા કેમ ન આવે..મનથી ક્યારેય નહીં હારવાનું. તમને ખબર નહીં હોય પણ આપણા માં એટલી તાકાત છે કે અશક્ય ને પણ શક્ય બનાવી શકીએ છીએ. આપણે સૌ આપણી શકિતનો માત્ર 2 % જ ઉપયોગ કરીએ છીએ. ખૂબ ઓછા લોકો છે કે જે પોતાની શક્તિને ઓળખી તેનો મહત્તમ ઉપયોગ કરતા હશે. તો મોટામાં મોટી સમસ્યાઓથી લડવાની ઇશ્વર એ આપણને શક્તિ આપી છે. તો આપણે તેનો મહત્તમ ઉપયોગ કરીએ અને હિંમત પૂર્વક સમસ્યા સાથે લડીને સમસ્યાને હરાવીએ.મિત્રો હીંમત ક્યારેય નહીં હારો.. હાર ક્યારેય નહીં માનો.


(2) વાસ્તવિક મિત્રો બનાવો...


તમને થતું હશે કે મૌસમ આવું કેમ કહે છે. પણ હા, આપણે સોસિયલ મીડિયામાં મિત્રો બનાવવા પાછળ એટલા ગાંડાતુર બની ગયા છીએ કે ખરેખર આપણી સાથે રહેનારા અને આપણને સાથ આપનારા વાસ્તવિક મિત્રોને ભૂલી ગયા છીએ.મિત્રો આપ સૌને મારી ખાસ વિનંતી છે કે પોતાના પરિવાર અને ખરેખર તમારા મિત્રો સાથે રોજ થોડો સમય વિતાવો. એમની સાથે તમારા સુખ દુઃખ ને વહેંચો. સુખને વહેંચવાથી વધે છે અને દુઃખને વહેંચવાથી દુઃખ ઓછું થાય છે. એવા મિત્રો કે સંબંધી રાખો કે મુશ્કેલી સમયે તમારી સાથે ઉભો રહે. તમને હિંમત અને હૂંફ આપે.


જો ઉપરની આ બે બાબતોને અનુસરશુ તો કદાચ આત્મહત્યાનો વિચાર ક્યારેય નહીં આવે. અને એવો વિચાર આવશે તો પણ તમારા મિત્રો અને સ્નેહીજનો દ્વારા મળેલ પ્રેમ અને લાગણી તમને આત્મહત્યા કરતા જરૂર રોકશે.


સમસ્ત વાલીઓને પણ વિનંતી છે કે પોતાના બાળકોને ભણવા માટે એટલું બધું પ્રેશર ન આપે કે બાળક ફેલ થવાના ડરથી આત્મહત્યા કરવા પ્રેરાય. તથા અત્યારની જનરેશન જે સોસિયલ મીડિયા પાછળ ગાંડીતુર બની છે. તેઓને મારે કહેવું છે કે વાસ્તવિક સમાજ,પરિવાર અને મિત્રો જ મુશ્કેલી સમયે સાથ આપશે. સોસિયલ મીડિયા ના મિત્રો નહીં... આથી સોસીયલ મીડિયાના મિત્રોની સાથે સમાજ, પરિવાર અને વાસ્તવિક મિત્રોને પણ સમય આપો અને જીવનમાં વાસ્તવિક ખુશીઓનું આગમન કરો.


આભાર..🙏🏻🙏🏻


🤔 મૌસમ 🤔