😀😀😀😀😀😀😀😀😀😀😀😀

એક મહિલા પોતાની પરેશાની માટે એક સાધુબાબાને મળવા આશ્રમ ગઈ.

બાવાજીએ સારી વાત ધ્યાનથી સાંભળીને કહ્યુ કે , બેટા બધુ બરાબર થઈ જશે.

પરંતુ એના માટે વિધી કરવામા થોડો ખર્ચ થશે .

એટલે મહિલા એ પુછ્યુ કે કેટલો ખર્ચ થશે ?

બેટા તારી પાસે થી વધુ નહી લઈ શકુ .

પણ પુરાણોમા ૩૩ કરોડ દેવી દેવતાઓ છે ,તો બસ એક દેવતા દિઠ એક પૈસો જ દાન કરજે .

( મહિલાએ મનોમન ગણત્રી કરી કે આ બાવો ૩૩ લાખ માંગી રહ્યો છે . )

એ હોંશિયાર હતી ,એટલે એણે કહ્યુ કે બરાબર છે .

તમે એક પછી એક દેવતા ના નામ બોલતા જાઓ અને હુ તમને પૈસા આપી દઈશ .

બાવો ચક્કર ખાઈ ગયો .

સ્ત્રીઓને કમજોર ના સમજશો ,કેમ કે કદાચ ઘણા તો એમના કારણે જ બાવા બન્યા હશે .

😆😆😆😆😆😆😆😆😆😆😆😆

Gujarati Jokes by Ghanshyam Patel : 111813328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now