સમય પણ એ હતો..
વાતો વધુ હતી
પેન્ટ પણ મોટા
ખુલતા શર્ટ
ને મજેદાર વાતો
આજકાલના વોટ્સએપ પર
મજા આવતી હોય તો કહો?
ટુંકા ટૂંકા વાળ
ટુંકા ઉંચા કપડાં
ટ્વીટર પર છમકલી વાત કરીને
છટકવું પછી એ દુનિયાની
વિના કારણની પંચાત
જેને જીવનમાં કોઈ ઉપયોગી નથી
એવી ફાલતુ ઈન્સ્ટાગ્રામ પરના
અધધ.. રિલ્સ જોઈને
સમય પસાર કરનાર
કોઈ દિવસ ફેસ ટુ ફેસ
ફ્રેન્ડશીપ નિભાવી લેવાનું
શીખો તો..મજા જ મજા..
- કૌશિક દવે