આજે એક એવા મહામાનવની જન્મ જયંતિ છે. જેણે,
- હિંસા નહિ, અહિંસાનો બોધ આપ્યો.
- જેણે બદલો નહિ, કરુણાનો બોધ આપ્યો.
- જેણે વિરોધીઓનો બહિષ્કાર નહિ, પણ વાતચીત, સંવાદનો બોધ આપ્યો.
- જેણે જન્મ પહેલા અને મૃત્યુ બાદની ચિંતાઓ નહિ, પણ વર્તમાનમાં જીવવાનો બોધ આપ્યો.
- જેણે કાલ્પનિક ડર નહિ, વાસ્તવિક જ્ઞાન આપ્યું.
- જેણે દુશ્મની નહિ, મૈત્રીનો બોધ આપ્યો.
- જેણે અવતારોના ઓશિયાળા નહિ, સ્વ પર ભરોસો કરવાનો બોધ આપ્યો.
- જે મુક્તિદાતા નહિ, માર્ગદાતા છે.
- જેના વિચારો થકી ભારત વિશ્વગુરુ હતું.
- જેના વિચારો અસંખ્ય દેશોમાં ફેલાયા અને ભારત ભૂમિને કીર્તિ અપાવી.
- ભારતમાં જ્યાં ખોદો ત્યાંથી તેવા પુરાવા નીકળે છે, અવશેષો નીકળે છે.
તેવા વાસ્તવિક મહામાનવ ગૌતમ બુદ્ધની આજે જન્મ જયંતી છે. આજના દિવસે જ ગૌતમ બુદ્ધને બોધી પ્રાપ્ત થઈ હતી અને આજના દિવસે જ તેમને મહાપરીનિર્વાણ પ્રાપ્ત થયું હતું.
આમ, જન્મ, મહાપરીનિર્વાણ અને બોધિપ્રાપ્તિ એક જ તિથિએ હોવાથી આજનો દિવસ ખૂબ મહત્વનો છે.
સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
નમો બુદ્ધાય💙💙