રોમાંચક રહસ્યની સફર છે આ જીંદગી
ખુશીઓ સાથે ગમની પણ મોસમ છે આ જીંદગી
રોજ રોજ અલગ પરીક્ષા લે છે આ જીંદગી
આંખના પલકારામાં પૂરી થાય છે આ જિંદગી
હજારો રહસ્યો વચ્ચે પણ
એક ખુલ્લી કિતાબ છે આ જીંદગી
દુઃખ અને સુખ વચ્ચેની મજધાર છે આ જિંદગી
અંતમાં,
નથી લઈને આવવાની કોઈ વ્યવસ્થા
નથી લઈને જવાની કોઈ સગવડતા
બસ, માણીને જીવી લેવાની છે આ જીંદગી
યોગી
-Dave Yogita