કદાચ તું પણ પ્રેમમાં પડ્યો હશે
કદાચ તું પણ ગોપીઓના દિલમાં રમ્યો હશે
કદાચ તું પણ રૂક્ષ્મણીની આંખોમાં ડૂબ્યો હશે
કદાચ તું પણ મીરાની ભક્તિમાં ખોવાણો હશે
કદાચ એટલે જ તું શ્યામ સુંદર કહેવાણો હશે
હજારો ગોપીઓ વચ્ચે પણ રાધાના રુદિયામાં સમાણો હશે...
યોગી
-Dave Yogita