" તને મળવું ને તારામાં ભળવું છે "

આ મસ્ત મજાની મૌસમમાં તને મળવું છે,
દૂધમાં સાકર ભળે એમ તારામાં ભળવું છે.

હું ચાતકની તરસ છું, તું વરસાદી વાદળી,
તું ધોધમાર મન મુકી વરસ મારે પલળવું છે.

પથ્થર જેવું દિલ અને તું, ભલે ના પીગળે,
હું હિમશીલા જેવો છું, મારે ઓગળવું છે.

હું સમર્પિત છું પ્રેમમાં, સઘળું કર્યું સમર્પણ,
છું ઈશ્કે પતંગા હું, શમાએ જઈ બળવું છે.

તને મળવું ને તારામાં ભળવું છે
તારી ચાહતમાં ઝરણું બની ખળખળવું છે.

Gujarati Poem by Hemant Parmar : 111834929

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now