મંછા ડોશી છીંકણી સુંઘી,નાકા ઉપર નજરું કરે,
ડાયો-ગંગા થી વાતે વળગે,ને મંછા નો જીવ બળે,

ડાયો ડફોળ 'લવ' ન સમજે,ને બીજી વાતો કરે,
મંછા ડોશી ની મીઠી નજરું, ડાયા ની આસપાસ ફરે,

ડાયો ડોસલો ગંગા ને આંગણે,ધીમા કદમ ભરે,
લેંઘા ના ખીસ્સા ફંફોળી ને,ડાયો ગંગા ને જાંબુ ધરે,

બેસજો ડોસલો કહી ગંગડી,ડાયા ને ખાટલો ધરે.
મંછા ડોશી વહુ ને ભાંડે,ને મુખ ગંગા સામે કરે,

મંછા એ કીધું છાનું ડાયા ને,"શુ ર્ઋત્વીક થઈ ને ફરે?
કોંક દા'ડો તો બેસ ને રોયા,શુ ખોટા મુકામે મરે?"

બોલ્યો ડાયો,"મંછી તુ રૂપ માં સાવ ખોટી ઠરે,
ટુનટુન જેવી તું છે,ડાયો ખોટા કદમ ન ભરે."

"મૈર મુઆ,દિલ દીધું તને,શું ખોટા બહાના ધરે,
સમજી જા તો સારું ડોસા,તારા પર નજરું ઠરે."

મજનુ ડાયો લાકડી ટેકે,ચશ્મા કાને છે ધરે,
લૈલા ગંગા માળા ફેરવતી,સ્મિત ડાયા ને ધરે,

મંછા ડોશી છીંકણી સુંઘી,નાકા ઉપર નજરું કરે,
ડાયો-ગંગા થી વાતો વળગે,ને મંછા નો જીવ બળે.👏

courtesy by:- WhatsApp” 🙏

Gujarati Poem by Umakant : 111834923
Umakant 2 year ago

Thanks 🙏🏻

Umakant 2 year ago

Thanks 🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now