#Novel

⛲ મોનાલિઝા નો અર્થ ⛲

💚...2...💙

છમ છમ છમ... ઝાંઝર છનકાવતી મોનુ નીચે આવી તો બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠેલા પપ્પા એ એને જોઈ "માય પ્રિન્સી ગુડ મોર્નિંગ " કહેતા જ મોનાલિઝા એ "ઓહ, પાપા લવ યુ " કહી એમને પગે લાગી મમ્મીને હગ કરી મમ્મીનાં હાથમાંથી ચા ની કીટલી લઈને પપ્પા નો કપ ભરવા લાગી.

"મોનુ, આજે કોલેજ જીવન નો પહેલો દિવસ મુબારક "
"થેંક્યું સો મચ...પાપા"
"સપના ને સાથે રાખજે એ સારી છોકરી છે, ઓકે ...? "
"ઓહ પાપા એ સપના વગર તો તમારી મોનુ અધુરી છે, યુ નો એ મારી બેસ્ટી છે "
"હમમમ...મને ખબર છે ડાર્લિગ "
"પાપા હું તમને મિસ કરીશ કોલેજ ની ધમાચકડી માં "
"ઓહો, એવું એમ...?"
"યા...યા"
"બેટા આજે સોમવાર છે તો તું ફ્રુટ જ્યુસ પી ને જજે"
"મમ્મી તું જેમ કહે એમ જ...બસ...?"
"પણ ફ્રુટ લેવા જવું પડશે દિકરીબા ને ઓકે...?"
"સ્યોર...હમણાં જ ફ્રેશ થઈ ને લઈ આવું મમ્મી"

📌📌📌

" સપના...ઓ...સપના "
" કોણ "
" આન્ટી, સપના છે...? "
" એ હા,મોનુ બેટા આવ અંદર,સપના જો મોનુ આવી છે"
" હા, મમ્મી મોનુ ને બેસાડ હું નાહી ને નીકળી જ રહી છું "
" બેસ મોના બે મિનિટ "
" હા આન્ટી કેમ છે મજા માં ને તમે ...? "
" હંમમમ, તારા મમ્મી પપ્પા મજા માં છે ને ઘરે ...? "
" યસ આન્ટી "
" ઓ માય મોના ડાર્લિગ... હાઉ આર યુ ...? "
" ઓ મેરી આંખો કા તારા, સપના હું ફાઈન છું ચાલ જલ્દી રેડી થઈ જા, માર્કેટમાં ફ્રુટ લેવા જવાનું છે "
" ઓહ એવું છે એમ...? તો ચાલો બે જ મિનિટમાં રેડી "

⏩3 ⏩ Coming Soon ⏩

English Story by ,_. : 111730156

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now