વસંત આવી ગઈ........
પાનખર પછી વસંત આવી ગઈ,
કળીઓ બધી આજ ફાવી ગઈ.
તરુવરે પાછી હસી આવી ગઈ,
આ ડાળેડાળે ખુશી આવી ગઈ.
પ્રેમે સમીર સવારી આવી ગઈ,
જીવન બાગે સુવાસ વાવી ગઈ.
કેસૂડે એતો શૃંગાર સજાવી ગઈ,
કોકિલ આજ ધૂમ મચાવી ગઈ.
હેતે લતાને હિંડોળે ઝૂલાવી ગઈ,
દુ:ખ અને દર્દ પલમાં ભૂલાવી ગઈ.
#જીવન