વાદળ માંથી ચળાઈ ને,
આવતી એ સૂરજની કિરણો,
મારી આંખ ના પાંપણ પર,
બેસેલા અશ્રુ બિંદુઓ,
સાથે ટકરાઈ ને,
આભલા ની માફક એને ચમકાવી રહી છે...
આંખ ઉપાડી જોયું મેં,
એ સુરજ ની તરફ,
તો એની કિરણોમાંથી,
નીકળતા રંગીન,
શેરડાઓએ મને કહ્યું,
જિંદગી આવી જ રંગીન છે,
એને દુઃખી થઈને,
બ્લેક એન્ડ વ્હઈટ નહીં બનાવ,
નાની નાની ખુશીઓ ના કલરથી એને ભરી દે, અને મનભરી ને જીવી લે..❤
આશકા શુકલ "ટીની"