આજે મમ્મીએ સવાર સવારમાં ઘરની સોથી મહત્વની વસ્તું નો ફક્ત 900 રૂપિયામા સોદો કરી નાખ્યો. આ સોથી મહત્વની વસ્તુ એટલે કબાટ, જે કબાટે ઘરની તમામ વસ્તુઓ હંમેશા પોતાના પાસે સંભારીને રાખી સમય જતા એની કિંમત 900 રૂપિયા આંકવામાં આવી.કદાચ થોડો દિવસોમાં નવો કબાટ પણ લય લેવામાં આવશે અને એ ખાલી થયેલા ઘર ના ખૂણો પર નવો કબાટ પોતાની જગ્યા લય લેશે. સંબંધોનું પણ આવુ જ છે કય જયા સુધી તમારી જરૂરત હશે ત્યા સુધી તમારુ મહત્વ રહેશે, અને સમય જતાં આ સંબંધની પણ ખામી ઓના સ્વરૂપમાં કિંમત નક્કી કરવામા આવશે. અને સોદા રૂપી થયેલા એ સંબંધો પોતાની જગ્યા નક્કી કરી લેશે.