વર્તમાન ક્ષણો માળિયે ચડી, ફાંફા મારી ,ભૂતકાળ ને શોધતી
આડી અવળી વેરવિખેર ક્ષણો સંદૂક માં ક્યાંય દેખાતી ?
યાદો નું પોટલું છોડી અકબંધ માનીતી ક્ષણો લાવ ફંફોસુ
મળે વીતેલી ક્ષણો તો લાવ ને બે ઘડી એમાં માથું ખોસું !
તાદૃશ કરું અે બચપણ , જે કદી પાછી નથી મળવાનું
અશ્રુ સાથે ફરીથી પોટલું કસી, ચાલ પાછું મૂકવાનું !
ગયેલો સમય ના આવે, તેથી જ તો સોનેરી કહેવાતો હશે
ચાલ જીવ!સમેટ બધું, નહીં તો વર્તમાન બી કચવાતો રહેશે !