ક્યાં છે તું એ જાણવા માટે મન અધીરુ થાય છે,
શું કરતી હોઈશ ?
કોઈ ચિંતામાં તો નહીં હોય ને ?
તું તારું ધ્યાન પણ રાખતી હોઈશ ?
સમયસર જમતી હોઈશ ?
એવા કેટલાય પ્રશ્નો ઊભા થતા મનમાં તારી ચિંતા જાગી ઉઠે છે.
જવાબ તું ઘણાં ઓછા આપે છે, હું મારી જાતને તો મનાવી લઉં છું, પણ મારા દિલને હજુ તારા જવાબોથી સંતોષ નથી થતો.
મારા દિલને તો હરદમ તારી નજીક રહેવું છે.
દિલ ખોલીને તારી સાથે વાતો કરવી છે.
તારો પડછાયો બનીને તારી સાથે ઉભું રહેવું છે.
હું જાણું છું.
કે તને આટલી બધી કેરની,
આટલા બધા પ્રેમની,
આદત નથી,
છતાં... છતાં તારા માટે દિલમાં ચિંતા થયા કરે છે.
જાણું છું કે તને આ બધું નથી ગમતું.
છતાં હું મારા દિલને સમજાવી નથી શકતો..
તારી રાહ જોતાં આ આંખોને રોકી નથી શકતો..
તારા પ્રેમને અભિવ્યક્ત કરતાં આ દિલને રોકી નથી શકતો....
ક્યાં ભવનું તારી સાથે બંધન હશે મને નથી ખબર...
પણ સતત તારી ચિંતા કરવી...
તને હરદમ યાદ કરવી...
તારી જ રાહ જોવામાં દિવસો પસાર કરવા....
ગમે છે મને...
ગમે છે મને તારો સાથ...
ગમે છે મને દરિયા જેટલી આશા રાખીને ખોબા જેટલો મળતો તારો પ્રત્યુત્તર...
ફરિયાદો તારી સાથે પણ ઘણી છે મને...
પણ મારી દરેક ફરિયાદ તારા મેસેજમાં, તારા કોલમાં, તારા વિડિઓ કોલમાં ઓગળીને ખાખ થઈ જાય છે.
to... કેપ્ટન
@શ્યામ