આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાએ મુકેલ અભી અને સૌમ્યાના લગ્ન પ્રસ્તાવથી સૌમ્યા શું જવાબ આપવો એ બાબતે અસમંજસમાં છે. જ્યારે પ્રથમ એને બધા જ નિર્ણય લેવા આઝાદ કરી પ્રેમને એક નવી જ ઉંચાઈ એ લઈ જાય છે. આ તરફ અભીના હાથમાં આકાંક્ષાની હોસ્પિટલની ફાઇલ આવી જાય છે. હવે આગળ....
થોડી પળો કોઈ કંઈ બોલતું જ નથી, જાણે બંને વચ્ચે અત્યારે શબ્દોનું કોઈ કામ જ નહતું ! કેટલાય દિવસ પછી બંને વચ્ચે આવો શારીરિક સ્પર્શ થયો હતો. અભીએ થોડો પ્રયત્ન કર્યો અક્ષીથી અળગા થવાનો જેથી એ અક્ષી જોડે વાત કરી શકે પણ અક્ષી તો જાણે એનાથી છૂટા પડવા ઈચ્છતી જ નહતી.. જિંદગીની છેલ્લી રાત હોય એમ અક્ષી આજે અભીને પ્રેમ કરી રહી હતી. મધ્ય રાત્રિ વીતી ગઈ હતી.. પ્રેમ કરીને તૃપ્ત થયેલા હૈયા હવે શબ્દોથી હળવા થઈ રહ્યા હતા..
Pls. Read and rate our story પ્રેમની પેલે પાર... ભાગ 19
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૧૯' વાંચો
https://www.matrubharti.com/book/19868042/premni-pele-paar-19