મારા અમુક મિત્રોના જવાબ આ રીતે હોય છે
હું :ભાઈ મેં શેરબજારમાં નફો કર્યો
મિત્ર : હા બધા કરી રહ્યા છે
હું :ભાઈ મને એવોર્ડ મળ્યો
મિત્ર : હા હશે, બાકી બોલ
હું :ભાઈ હું મેરેથોન દોડી આવ્યો
મિત્ર : એમ, દોડ્યો કે ચાલ્યો, ખરેખર?
હું :ભાઈ તું તારા ધંધામાં એમ કર નફો થશે
મિત્ર : મારા કામની તને ખબર ના પડે
હું :ભાઈ હું કાર લાઈને ઓફિસ જાઉં છું
મિત્ર : ખોટા ખર્ચા છે, પૈસા બચાવ
હું :ભાઈ હું અઠવાડિએ ૫ દિવસ કામ કરૂં છું
મિત્ર : હું તો રોજ 5 કલાક કામ નથી કરતો
સાલું ખબર નથી પડતી આવા મિત્રો પામીને ખુશ થાઉં કે ફરિયાદ કરું.😀
- મહેન્દ્ર શર્મા