તારી ઝલક જોતા મને અણસાર આવી ગયો
તારા વિનાં હું કઇં નથી ચીતાર આવી ગયો
જ્યારે વિચારું છું તને ત્યારે જ લાગે મને
મારામાથીં હું ખુદ અચાનક બ્હાર આવી ગયો
તકદીરમાં માંગું એ મળશે કે નહી શી ખબર?
તક્દીર આગળ પણ નવો આધાર આવી ગયો
જ્યારે વિચારું છું તને ત્યારે જ લાગે મને
મારામાથીં હું ખુદ અચાનક બ્હાર આવી ગયો
કાવ્યો ગઝલ સાથે પનારો પડશે ન્હોતી ખબર
બસ સ્મિત તારૂં એક મળતા ભાર આવી ગયો
આખોમાં આં ભીનાશનું કારણ બતાંવું હું તને
વરસાદ તારી યાદનો શ્રીકાર આવી ગયો
એકાંતમાં મમળાવવાની ક્ષણ બની ગઇ છે તું
ક્ષણને સદી વચ્ચે નવો વ્હેવાર આવી ગયો
તારા ગણીને આંખ અજવાળી બનાવી હતી
મારી ગઝલમાં આભનો શણગાર આવી ગયો
પામી જવા આજે તને કેવી મથામણ કરૂં
ઇશ્વરની સામે પણ નવો પડકાર આવી ગયો
બોલો’મહોતરમાં’છુપાવું ક્યા ગઝલમા તને
તારો અક્ષર દેહે નવો આકાર આવી ગયો
-નરેશ કે.ડૉડીયા